• Gujarati News
  • ગુમ કિશોરી મામાના ઘરેથી મળી આવી

ગુમ કિશોરી મામાના ઘરેથી મળી આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામબાબતે માતા સાથે તકરાર બાદ ઘરછોડીને ભાગેલી કિશોરીનું અપહરણ થયું હોવાની પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ બાદ પાટણ મામાના ઘરેથી મળેલી કિશોરીને તાલુકા પોલીસે કલાકોની સમજાવટને અંતે પરિવારને સોંપી હતી.

લાખવડ ગામની 16 વર્ષની પૂજા (નામ બદલેલ છે)ને કેટલીક વખત કામ બાબતે માતાથી મળતો ઠપકો કડવો લાગતો હતો. તાજેતરમાં માતા સાથે તકરાર થતાં કિશોરી સાંજના સમયે ઘરેથી નીકળી ગઇ હતી. બીજીબાજુ પરિવારે શોધખોળ હાથ ધરી હતી. સગાસંબંધી તેમજ પરિચિતોમાં પૂછપરછ કરવા છતા કિશોરીના વાવડ મળતા તેનું અપહરણની આશંકાએ તેના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્શો વિરૂધ્ધ અપહરણ અંગેની ફરિયાદ નોધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન કિશોરી પાટણ તેના મામાના ઘરે હોવાની માહિતી મળતાં પીઆઇ જે.વી.સોલંકી તેણીને અત્રેના પોલીસ મથક લઇ આવ્યા હતા. અહીં પીઆઇ સોલંકીએ કરેલી પૂછપરછમાં કિશોરી ઘરેથી ભાગીને તેના મામાના ઘરે ચાલી ગઇ હતી અને ત્યાં ઘરે કહીને આવી હોવાનું કહેતાં તેઓએ કોઇનો સંપર્ક કરવાનું ટાળ્યું હતું. ઘરે પરત ફરવાનો ઇન્કાર કરનાર કિશોરી પોલીસની બાદ અંતે પરિવાર સાથે જવા તૈયાર થઈ હતી

{લાખવડની યુવતીની ભાળ મળતાં અપહરણ ની ફરિયાદ કરી હતી