• Gujarati News
  • ભમરા કરડતાં ખરસદાના ખેડૂતનું મોત

ભમરા કરડતાં ખરસદાના ખેડૂતનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરસદાગામે ગુરુવારે બપોરે ખેતરમાં કામ કરી રહેલા આધેડ ખેડૂત પર ભમરાનું ઝુંડ તુટી પડતાં જમીન પર ફસડાઇ પડ્યા હતા. ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલા આધેડનું મોત થયું હતું.

મહેસાણા તાલુકાના ખરસદા ગામે રહેતા મોબુજી ખેંગારજી રાજપૂત ગુરુવારે સવારે ખેતરે ગયા હતા. બપોરે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે નજીકના લીમડાના ઝાડ પરથી ઉડેલા ભમરાનું ઝુંડ તેમના પર તુટી પડતાં મોબુજીના માથા અને છાતીના ભાગે ભમરના ડંખ વાગતાં જમીન પર ફસડાયા હતા. મોબુજીની ચીસો સાંભળી નજીકમાં કામ કરી રહેલા ગામના વ્યક્તિઓએ દોડી જઇ મહેસાણા સિવીલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.