• Gujarati News
  • આઇસોલેશન વોર્ડ ટ્રોમા સેન્ટરથી ખસેડીને પ્રથમ માળે લઇ જવાયો

આઇસોલેશન વોર્ડ ટ્રોમા સેન્ટરથી ખસેડીને પ્રથમ માળે લઇ જવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંસ્વાઇન ફલૂના રોગે ઉથલો મારતાં મહેસાણા સિવિલમાં 24 કલાક દર્દીઓથી ધમધમતા ટ્રોમા સેન્ટરમાં શરૂ કરાયેલો આઇસોલેશન વોર્ડ તમામના આરોગ્ય માટે ખતરારૂપ હોવા બાબતે ગુરુવારે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ જિલ્લા કલેકટરની સૂચનાથી સિવિલ સત્તાવાળાઓએ ટ્રોમાનો આઇસોલેશન વોર્ડ બંધ કરી પ્રથમ માળે આવેલા સ્ત્રી સર્જીકલ વોર્ડની સામે દશ ખાટલાનો અલાયદો વોર્ડ કાર્યરત કરાયો છે. જેમાં પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓ માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરાઇ છે.

સરકારી કર્મચારીઓની રજા રદ

સ્વાઇનફલૂનીગંભીરતાને ધ્યાને લઇ ગુરુવારે જિલ્લા કલેકટર લોચન સહેરાએ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને 24 કલાક હેડ કવાર્ટર પર રહેવા અને રજા પર ગયેલા કર્મચારીઓની રજા ટૂંકાવી દેવા પણ તાકીદ કરાઇ છે.

ગુરુવારનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ