• Gujarati News
  • વૃક્ષોની સંખ્યામાં જિલ્લો રાજ્યમાં બીજા નંબરે

વૃક્ષોની સંખ્યામાં જિલ્લો રાજ્યમાં બીજા નંબરે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પર્યાવરણવિભાગ દ્વારા નિયત કરેલ 33 ટકા વૃક્ષોની સામે મહેસાણા જિલ્લામાં સરેરાશ 10 ટકા વૃક્ષો હોવાનું જિલ્લા વન સંરક્ષક કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં વૃક્ષોની ઓછી સંખ્યા બાબતે કારણો તપાસતાં જણાવાયુ કે બળતણ, આર્થિક ઉપાર્જન, જાહેર હરાજીથી ગ્રામ પંચાયતોને મળતું ભંડોળ સહિતનાં કારણોને લીધે પરિપક્વ થતાં વૃક્ષોને દર 12 વર્ષે કાપી નાખવામાં આવે છે.

રાજ્યમાં મહેસાણા જિલ્લો વૃક્ષોની સંખ્યા બાબતે દ્વિતીય ક્રમે છે. છતાં પણ વૈશ્વિક પર્યાવરણને જરૂર કુલ વિસ્તારનાં 33 ટકાના બદલે માત્ર 10 જેટલા વિસ્તારમાં વૃક્ષો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં 56.1 ટકા, જ્યારે શહેરી વિસ્તારમાં અત્યંત નબળી પરિસ્થિતિ મુજબ માત્ર 7.8 ટકા વિસ્તારમાં વૃક્ષો છે. મહેસાણા જિલ્લામાં કુલ 74,900 હેક્ટરમાં વૃક્ષો અને વનનું આવરણ છે. જ્યારે કુલ વૃક્ષોમાં દર ત્રણ વૃક્ષે અેક લીમડો છે એટલે કે લીમડાનું પ્રમાણ 1/3 જેટલું છે.

જાત પ્રમાણે વૃક્ષોની સંખ્યા

જાતવૃક્ષ ટકાવારી

લીમડો 63.66 લાખ 26.9

ગાંડોબાવળ 25.90 લાખ 10.9

અરડુસો 24.47 લાખ 10.4

દેશી બાવળ 19.63 લાખ 8.3

પર્યાવરણ