• Gujarati News
  • 11 પ્રિમિયમ ટ્રેનોમાં એકનું પણ મહેસાણાને સ્ટોપેજ નહીં

11 પ્રિમિયમ ટ્રેનોમાં એકનું પણ મહેસાણાને સ્ટોપેજ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેકેશનપડતાં વેર્સ્ટન રેલવે દ્વારા વર્ષે શરૂ કરેલી 11 પ્રિમિયમ ટ્રેનો પૈકી એકપણ ટ્રેનનું મહેસાણા અને પાલનપુરને સ્ટોપેજ અપાયું નથી. જેના કારણે ઉત્તર ગુજરાતના મુસાફરોને હવે પછી ટ્રેન પકડવા અમદાવાદ કે પછી આબુરોડ સુધી લાંબા થવું પડશે. નોધનીય છે કે, અગાઉ વેકેશનમાં હોલીડે એક્ષપ્રેસના નામે ચાલતી ટ્રેનો હવે પ્રિમિયમ ટ્રેનમાં ફેરવાઇ છે ત્યારે તેની ટિકિટ છેલ્લી તારીખોમાં પણ મળી જાય છે.

વેકેશન શરૂ થતાં ટ્રેનોમાં ભારે ભીડ વર્તાય છે. સંજોગોમાં વેકેશન સમયમાં અગાઉ દોડતી હોલીડે ટ્રેન બંધ કરી વેર્સ્ટન રેલવે વિભાગે ચાલુ વર્ષમાં પ્રિમિયમ ટ્રેનો શરૂ કરી છે. જોકે, અમદાવાદથી ઉપડનારી 11 પ્રિમિયમ ટ્રેનોને મહેસાણા કે પાલનપુર સ્ટોપેજ અપાતાં ઉત્તર ગુજરાતના મુસાફરોને ...અનુસંધાનપાન-8

મુસાફરીમોઘી પડી છે. રેલવે વિભાગે શરૂ કરેલી પ્રિમિયમ ટ્રેન પકડવા હવે ઉત્તર ગુજરાતના મુસાફરોને અમદાવાદ કે આબુરોડ સુધી લાંબુ થવું પડે તેમ હોઇ મુસાફરોમાં કચવાટ સર્જાયો છે. બીજીબાજુ ટ્રેનોને ઉત્તર ગુજરાતમાં સ્ટોપેજ નહી આપવાના મુદ્દે અંધારામા રહેલા સાંસદોથી માંડી સલાહકાર સમિતિને બાબતે કંઇ ખબર હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આવક વધારવા નિર્ણય

મહેસાણારેલવેનાસ્ટેશન પ્રબંધક એસ.આર. મીનાએ જણાવ્યું કે, વેકેશન પડતાં તમામ રેગ્યુલર ટ્રેનોનું બુકિંગ થઇ ગયું છે. રેલવે વિભાગે મુસાફરોને ધ્યાનમાં લઇ શરૂ કરેલી 11 પ્રિમિયમ ટ્રેનો મહેસાણા રેલવે સ્ટેશન પરથી પસાર થશે. પરંતુ અહી તેને સ્ટોપેજ મળ્યું નથી. રેલવેએ આવકમાં વધારો કરવા ટ્રેનો શરૂ કરી છે અને તેની ટિકિટનું બુકિંગ અાઇઆરસીટીસીથી ઓનલાઇન થાય છે. જેમાં પ્લેનની જેમ દરેક ટિકિટના બુકિંગની સાથે તેનું ભાડું વધે છે.