• Gujarati News
  • અંગ્રેજી વિષયના અડધા ઉમેદવાર આવ્યા જ નહીં

અંગ્રેજી વિષયના અડધા ઉમેદવાર આવ્યા જ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની ઉ. મા. શાળાઓમાં શિ ાકની ખાલી પડેલી જગ્યાઓ માટે મંગળવારે યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં વિવિધ વિષયના ૩૯ શિ ાણ સહાયકોએ સ્થળ પસંદગી કરી હતી. જયારે ગણિત-જીવવિજ્ઞાનની એકેય જગ્યા ભરાઇ ન હતી તો અંગ્રેજીની ૧૪ જગ્યાઓ પૈકી સાત જગ્યાઓ જ ભરાઇ હતી.
હાઇસ્કૂલમાં ઉરચત્તર માઘ્યમિક વિભાગમાં શિ ાણ સહાયકની ભરતીમાં જિલ્લા પસંદગીમાં મહેસાણા જિલ્લાની પસંદગી કરનારા ૫૮ ઉમેદવારો માટે મંગળવારે અહીંની ધી ન્યૂ પ્રોગ્રેસિવ ફાઇન આર્ટસ કોલેજ કેમ્પસ ખાતે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. જિલ્લા શિ ાણાધિકારી એચ.એચ.રાજયગુરૂ, ડાયેટ પ્રાચાર્યની ઉપસ્થિતિમાં વિવિધ ૧૨ વિષયોની ખાલી રહેલી જગ્યાઓ પર ઉમેદવારોને ખાલી રહેલી ૫૯ જગ્યાઓની સ્થળ પસંદગીની તક આપવામાં આવી હતી. જેમાં ૩૯ ઉમેદવારોએ સ્થળ પસંદગી કરી હતી અને ૧૭ ઉમેદવાર ગેરહાજર રાા હતા. જયારે અંગ્રેજીના એક ઉમેદવારે પોતાનો હક જતો કર્યોહતો અને ભૌતિકવિજ્ઞાનના એક ઉમેદવાર પાસે એસલ પ્રમાણપત્ર નહીં હોવાને લીધે સ્થળ પસંદગીની તક અપાઇ ન હતી.
કેટલી જગ્યા ભરાઇ, ખાલી રહી?
વિષય કુલ જગ્યા ભરાઇ ખાલી
ગુજરાતી ૦૧ ૦૧ ૦૦
અંગ્રેજી ૧૪ ૦૭ ૦૭
સંસ્કત ૦૩ ૦૧ ૦૨
ગણિત ૦૨ ૦૦ ૦૨
જીવવિજ્ઞાન ૦૧ ૦૦ ૦૧
રસાયણવિજ્ઞાન ૦૩ ૦૨ ૦૧
ભૌતિકવિજ્ઞાન ૦૭ ૦૫ ૦૨
એકાઉન્ટ ૧૮ ૧૭ ૦૧
મનોવિજ્ઞાન ૦૩ ૦૧ ૦૨
અર્થશાસ્ત્ર ૦૩ ૦૨ ૦૧
ભૂગોળ ૦૩ ૦૨ ૦૧
સમાજશાસ્ત્ર ૦૧ ૦૧ ૦૦