• Gujarati News
  • ઉ.ગુ.માં ગરમીના કારણે ચારનાં મોત

ઉ.ગુ.માં ગરમીના કારણે ચારનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવપુરમાં ત્રણ વૃદ્વાનાં સમયાંતરે મોત

મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને દઝાડી રહેલું હીટ વેવનું મોજું મંગળવારે પણ યથાવત રાું હતું. આ કાળઝાળ ગરમીના કારણે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ મહિલાઓનાં તેમજ પાટણના ચાણસ્મામાં એક યુવકનું મોત થતાં હાહાકાર મચી ગયો હતો.
મહેસાણામાં સોમવારના ૪૫ ડિગ્રી સેિલ્શયસ તાપમાન બાદ મંગળવારે પણ હીટ વેવ જોવા મળી હતી. સવારથી ગરમીનો પારો જાણે કે ધગધગી રાો હોય એ રીતે સવારથી પારો ૪૦ ડિગ્રીની ઉપર જોવા મળ્યો હતો. જે બપોરે તો ૪૪.૮ ડિગ્રી સે. પહોંરયો હતો. જેને પગલે અસા ગરમી અનુભવાઇ હતી. આ સંજોગોમાં બપોર બાદ વાતાવરણમાં કેટલોક બદલાવ આવ્યો હતો અને વાદળ છવાયા હતા. પરંતુ ગરમીનું મોજુ યથાવત રાું હતું. દિવસભરના બફારાને પગલે લોકો ભારે અકળાયા હતા. હજુ પણ હીટ વેવની અસર રહેવાની સંભાવના જોવાઇ રહી છે.
ઝાડા ઉલટીના કેસ વઘ્યા
મહેસાણામાં અસા ગરમીને પગલે બીમારીના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રાો છે. આ સંજોગોમાં શહેરની સિવિલ હોસ્પિટમાં છેલ્લા સપ્તાહમાં ઝાડા ઉલટીના દર્દીઓ વઘ્યા છે. ડાયેરીયાના ૨૯ કેસ નોંધાયા છે. જયારે ટાયફોઇડના ૨ પોઝિટિવ, મેલેરિયાના ૭ પોઝિટિવ અને તાવના ૧૮ કેસ નોંધાયા છે.
ચાણસ્મામાં ચક્કર ખાઇને પડેલા યુવકનું મોત
ચાણસ્મા : શહેરના ગોગાવાળા મહોલ્લામાં રહેતા ભીખાજી ઠાકોર (૩૨)ને ઘરે ચક્કર આવતાં નીચે પડી ગયો હતો અને દવાખાને લઇ જવાય તે પહેલા તેનું મૃત્યુ નીપજયું હતું. પરિવારજનોએ ગરમી ચડી જવાના લીધે તેનું મૃત્યુ થયાનું કારણ જણાવ્યું હતું. જોકે, આરોગ્ય વિભાગે આ ઘટના અંગે અજાણતા વ્યકત કરી હતી.
ગાંભોઇ : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ભાવપુર ગામે ગત શનિવારે વણકર વાસમાં રહેતાં ગંગાબેન અમરાભાઇ વણકર (૯૦),કેશીબેન નાથાભાઇ વણકર (૯૩) અને રેવીબેન મેઠાભાઇ વણકર (૯૫)નાં ગરમીના કારણે મોત થયાં હતાં. જોકે,સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડાર્.મનીષ ફેન્સીએ ભાવપુર ગામની મુલાકાત લઇ તપાસ કરતાં જણાવ્યું હતું કે, ઉંમરના કારણે ત્રણ વૃદ્ધ મહિલાનાં મોત થયાં છે. દર્દીના સગા-સબંધીઓને પુછપરછ કરતાં લૂ લાગવાના કે હિટસ્ટ્રોકના દર્દીઓમાં લ ાણો જોવા મળ્યા નથી. જોકે, ગામમાં મેડીકલ ઓફિસરની દેખરેખ હેઠળ દર્દીઓના સગા-સબંધીઓની શારીરિક તપાસ કરવામાં આવી છે.