તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આગામી બે દિવસમાં ગરમીનો પારો 38 ડિગ્રી થવાની સંભાવના

આગામી બે દિવસમાં ગરમીનો પારો 38 ડિગ્રી થવાની સંભાવના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસોમાસમાં આકરા ભાદરવાનો અનુભવ કરી રહેલા જિલ્લાવાસીઓ માટે આગામી દિવસો પણ વધુ અસહ્ય બને એમ છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જવાની સંભાવના સેવાઇ રહી છે. હાલમાં 37 ડિગ્રી સેલ્શિયસે તપી રહેલા પારો આગામી બે દિવસમાં 38 ડિગ્રી સેલ્શિયસ થવાની વકી છે.

નવરાત્રીના પ્રારંભ સાથે શિયાળો દેખાતો હોય છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ફુલ ગુલાબી ઠંડી અનુભવાતી હોય છે. પરંતુ વખતે ઠંડીને બદલે ગરમીનો પારો ઉપર જઇ રહ્યો છે. છેલ્લા પખવાડીયામાં ગરમીનો પારો ચારથી પાંચ ડિગ્રી સેલ્શિયસ ઉપર પહોંચી હાલ 37 ડિગ્રી સેલ્શિયસ આસપાસ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ તો પારો 37.5 ડિગ્રી સે.સુધી પહોંચ્યો હતો.

{હાલમાં 37 ડિગ્રી સેલ્શિયસે તપી રહેલો પારો