મોટીદાઉનો બીમાર યુવાન ભૂલથી ઉધઈ મારવાની દવા પી ગયો
તાલુકાનામોટીદાઉ ગામનો બીમાર યુવાન ભૂલથી ઉધઈ મારવાની દવા પી જતાં સારવાર માટે ખસેડાયો છે.
મોટીદાઉ ગામનો નયન જયંતીભાઈ પટેલ (19) છત્રાલની ટોરન્ટ કંપનીમાં એપ્રેન્ટીસ કરે છે. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ઠીક હોઈ ઘરે હતો અને તાવ-ઉધરસની દવા ચાલુ હતી. શનિવારે સાંજે સાડા સાતેક વાગ્યે મહોલ્લામાં ભજન હોઈ જયંતીભાઈ તથા તેમનાં પત્ની ત્યાં ગયાં હતાં અને નયનભાઈ ઘરે આરામ કરતા હતા. જો કે રાત્રે પોણા અગિયાર વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે બેહોંશીની હાલતમાં પડેલા નયનભાઈના મોઢામાંથી ફીણ નીકળતું હતું અને તેમની બાજુમાં ઉધઈ મારવાની દવા પડી હતી. નયનભાઈને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયંતીભાઈના નિવેદનના આધારે તાલુકા પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.