• Gujarati News
  • આજથી પર્યુષણનો પ્રારંભ, જૈનાચાર્યોનાં વ્યાખ્યાન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે

આજથી પર્યુષણનો પ્રારંભ, જૈનાચાર્યોનાં વ્યાખ્યાન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન ધર્મમાં અનોખું મહત્ત્વ ધરાવતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થઈ રાો હોઈ જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન ગુરૂભગવંતોના વ્યાખ્યાનો ઉપરાંત તેમની નિશ્રામાં આરાધકો અઠ્ઠઈ તપની આરાધનાનો પ્રારંભ કરશે.
મહેસાણાના ઉપનગર જૈન સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન મુનિવર્ય ધૈયસુંદરવિજયજી મ.સા. તથા નર્મિોહસુંદરવિજયજી મ.સા.ના વ્યાખ્યાન સવારે ૯થી ૧૧ વાગ્યા દરમિયાન યોજાશે. સાંજે શ્રાવક-શ્રાવિકાઓ પ્રતિક્રમણ કરશે અને ગુરૂભગવંતોની નિશ્રામાં કિઠન અઠ્ઠઈ તપ સહિતની આરાધનાનો પ્રારંભ થશે. ગુરૂભગવંતોએ જણાવ્યું કે, આ મહાપર્વને અનોખી રીતે ઉજવીએ. ક્રૂરતા અને ઉપે ાાના રૂટિનમાંથી નીકળીને પ્રવર્તન કર્તવ્ય બજાવીએ. અવગણનાના રૂટિનમાંથી નીકળીને સાધર્મિક ભકિત કરીએ. વારંવાર ખાવાના રૂટિનમાંથી નીકળીને અઠ્ઠમતપ કરીએ. ધિક્કાર અને ક્રોધના રૂટિનમાંથી નીકળીને ચૈત્યપરિપાટી કરીએ. પ્રભુવીરથી માંડીને અનેક મહાપુરૂષોના ચરિત્રોનું શ્રવણ આ દિવસોમાં કરીશું.
જૈન સુધારા ખાતા પેઢી રવિસાગરજી ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પ.પૂ. પંન્યાસ પ્રસન્નાકીર્તિસાગર મ.સા. તથા પ.પૂ. મુનિવર્ય ભવ્યકીર્તિસાગર મ.સા.ની નિશ્રામાં અઠ્ઠઈ તપ, નવકાર મંત્ર તપ, અઠ્ઠમ તપ, ૯, ૧૧ કે ૧૬ દિવસના ઉપવાસમાં ૨૫૦થી ૩૦૦ આરાધકો જોડાશે. સવારે ૮-૩૦ વાગ્યાથી વ્યાખ્યાનમાં પ્રથમ દિવસે વ્યાખ્યાનમાં વર્ષમાં કરવાનાં પાંચ કર્તવ્યો, બીજા દિવસે ૧૧ કર્તવ્યો જયારે ત્રીજા દિવસે એક કર્તવ્ય ઉપર વિશિષ્ટ રીતે અષ્ઠાન્હિકા પ્રવચન દ્વારા પ્રકાશ પાડવામાં આવશે. ૨૫ તારીખથી જૈનોના મહાકલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૂ થશે. ૨૬ તારીખે ૧૪ સ્વપ્ન દ્વારા ભગવાન મહાવીરનું જન્મવાંચન કરાશે. ૨૭ તારીખે પ્રભુ મહાવીર સાથે ગુરૂ ગૌતમસ્વામી આદી ૧૧ ગંદર્ભ ભગવંતોના વાદ-વિવાદનું વાંચન સમજાવાશે. ૨૯ તારીખે દરેક જીવો એકબીજાની સાથે ામા માંગી ામા રાખી, ામા આપી સંવત્સરી પર્વની બારસાસૂત્ર વાંચન સાથે ઉજવણી કરશે.
આયંબિલ બેંકમાં સેકડો ઉપવાસ થઈ રાા છે
ઉપનગર જૈન સંઘના આંગણે ૧૧ જુલાઈથી અત્યાર સુધી ૩ હજાર આયંબિલ થયા છે, દૈનિક ૮૦થી ૧૦૦ આરાધકો આયંબિલની આરાધના કરી રાા છે. સુખી-સંપન્ના પરિવારના આરાધકો પણ વગાર કર્યા વગરનું, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, મીઠાઈ, ફરસાણ વગેરેનો ત્યાગ કરી માત્ર બાફેલું જમીને આયંબિલ કરી રાા છે અને પર્યુષણ પર્વમાં આયંબિલમાં વધારો થશે.