• Gujarati News
  • ગમખ્વાર અકસ્માત બહુચરાજી પાસેની ઘટનામાં બંને વાહનોનાં ડ્રાઈવરોએ જીવ ગુમાવ્યા, એક ગંભીર

ગમખ્વાર અકસ્માત બહુચરાજી પાસેની ઘટનામાં બંને વાહનોનાં ડ્રાઈવરોએ જીવ ગુમાવ્યા, એક ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ ની જેમ બે કલાકે પહોંચી
બંને ચાલકનાં દર્દનાક મોત
કમનસીબ મૃતકો
જિંદગી ઘડીમાં લાશ બની ગઇ
બહુચરાજીથી દોઢ કિમી દૂર કાલરી રોડ પર પેટ્રોલપંપની સામે ગુરુવારે સવારે બે ટ્રેલરો સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યકિતઓનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જયારે એક વ્યકિતએ સારવાર દરમિયાન મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં મૃત્યુઆંક ચાર થયો હતો. એક વ્યકિત હજુ સારવાર હેઠળ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે એક ટ્રેલરના બે ટુકડા થઈ ગયા હતા. જયારે બીજા ટ્રેલરના આગળના ભાગનો કરચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
બહુચરાજી -કાલરી રોડ પર આવેલા શ્રીરામ પેટ્રોલિયમની સામે ગુરુવારે સવારે બહુચરાજીથી મહેસાણા તરફ જઈ રહેલું કોલસી ભરેલું ટ્રેલર (આરજે ૧૪-જીઈ ૧૫૩૪) અને મહેસાણાથી બહુચરાજી તરફ આવી રહેલું ચૂનાની થેલીઓ ભરેલું ટ્રેલર (એચઆર ૭૪એ ૮૧૭૫) સામસામે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં હરિયાણા પાસીંગ ટ્રેલરના ડ્રાઈવર રમઝાન ખાન (૪૮) અને તેમના પુત્ર આરીફ રમઝાન ખાન (૧૮)ના ટ્રેલરની કેબિનમાં જ કમકમાટીભર્યા મોત થયાં હતાં. જયારે અન્ય ટ્રેલરના ડ્રાઈવર ધાકડ બનવારીલાલ રામેશ્વર (૨૨)નું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ ટ્રેલરમાં સવાર જીતુલાલ મીણા (૩૦) અને રાધેશ્યામ ધાકડ (૧૮)ને ગંભીર ઈજા થતાં બંનેને બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે મહેસાણા રીફર કરાયા હતા. જયાં જીતુલાલ મીણાનું પણ મોત થયું હતુ. જયારે ઇજાગ્રસ્ત રાધેશ્યામ હાલ સારવાર હેઠળ છે. મૃતકોનું બહુચરાજી સિવિલમાં પોસ્ટમોટર્મ કરાયા બાદ લાશ તેમના વાલીવારસોને સોંપાઇ હતી. આ ઘટના અંગે હરિયાણા પિરોજપુરના આરીફખાન અઝરૂદ્દીન ચાંદ ખાને બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એસ.જે. ભાટિયાએ વધુ તપાસ હાથ ધરી છે.
હંમેશની જેમ આ અકસ્માતની જાણ થયા પછી પોલીસ બે કલાકે પહોંચી હતી. પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળ દોઢેક કિમીના અંતરે આવેલું છે. અકસ્માત સવારે ૬ વાગ્યે બન્યો, પરંતુ પોલીસ આઠ વાગ્યે એટલે કે બે કલાક મોડી પહોંચી હતી. બાદમાં સેવાભાવી યુવકો દ્વારા ટ્રકમાં ફસાયેલી ચાલકની અર્ધલાશ સહિતને બહાર કાઢી ત્રણેય મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મોકલી આપી હતી.
અવાજ સાંભળી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા
બે ટ્રેલરો અથડાતાં થયેલો ધડાકો સાંભ