• Gujarati News
  • મહેસાણામાં હીટવેવ યથાવત, ૪૪.૮ ડિગ્રી ગરમી

મહેસાણામાં હીટવેવ યથાવત, ૪૪.૮ ડિગ્રી ગરમી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર સહિત જિલ્લામાં જોવા મળી રહેલા હીટ વેવનું મોજુ ગુરૂવારે પણ અસા બનવા પામ્યું હતું. ગરમીનો પારો ૪૪.૮ ડિગ્રી સે. નોંધાતાં દિવસભર પડેલા આકરા તાપથી જિલ્લાવાસીઓ શેકાયા હતા. સાંજે પણ ગરમ લ્હાય જેવી લૂ ફંકાતાં સાંજે પણ અકળામણ અનુભવાઇ હતી.
શરૂઆતથી આકરો બની રહેલો ઉનાળો મે માસના અંતમાં તો અસા બની રાો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ૪૪ ડિગ્રી સે. કરતાં પણ ઉપર જતાં હિટ વેવની અસા ગરમીએ જિલ્લાવાસીઓને જાણે કે બાનમાં લીધા હોય એવો માહોલ જોવા મળી રાો છે. ગુરૂવારે પણ મહત્તમ તાપમાન ૪૪.૮ ડિગ્રી સે. નોંધાયું હતું. જેને પગલે દિવસભર અસા ગરમી અનુભવાઇ હતી. સવારથી જ બફારા મારતી ગરમીથી અકળાયેલા જિલ્લાવાસીઓને સાંજે પણ રાહત થઇ ન હતી. સાંજે પણ ગરમ લૂ ફૂંકાતાં હાલત કફોડી બની ગઇ હતી.