• Gujarati News
  • અમદાવાદનાવેજલપુરમાં રહેતી સાવન નટવરભાઇ પટેલ શનિવારે મહેસાણામાં રહેતા પિતરાઇના

અમદાવાદનાવેજલપુરમાં રહેતી સાવન નટવરભાઇ પટેલ શનિવારે મહેસાણામાં રહેતા પિતરાઇના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદનાવેજલપુરમાં રહેતી સાવન નટવરભાઇ પટેલ શનિવારે મહેસાણામાં રહેતા પિતરાઇના ઘરે લગ્નમાં આવી હતી. અહી પાંચોટ રોડ પર આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં આયોજીત લગ્ન સમયે પરિવાર સાથે જમવા ગયેલી સાવને પોતાના હાથમાં રહેલ રોકડ રૂ.800, સોનાની બુટ્ટી, ચુંક, મોબાઇલ તેમજ બે જોડી કપડાં મળી કુલ રૂ.55 હજારની મત્તા ભરેલી બેગ અત્રેના ટેબલ પાસે મૂકી જમવાની ડીસ લેવા ગઇ હતી. દરમિયાન અહી મહેમાનના સ્વાંગમાં આવેલો શખ્સ હાજર વ્યકિતઓની નજર ચૂકવી બેગ લઇને નાસી ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે સાવન પટેલની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

પાર્ટીપ્લોટમાંંથી ~55 હજારની માલમત્તા ભરેલી બેગ ચોરાઇ