• Gujarati News
  • શાકભાજીના છુટક ભાવ હોલસેલ કરતાં બમણાં

શાકભાજીના છુટક ભાવ હોલસેલ કરતાં બમણાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનાતહેવાર બાદ શિયાળાના પ્રારંભે શાકભાજીના ભાવ ઉતર્યા છે. ગત ઓક્ટોબર મહિનાની સરખામણીએ હાલમાં શાકભાજીના ભાવ અડધા ગગડ્યા છે. જોકે આમ છતાં છુટકમાં હજુ પણ શાકભાજી હોલસેલની સરખામણીએ બમણા ભાવથી વેચાઇ રહ્યું છે.

શહેરના હોલસેલ શાકમાકેર્ટમાં વેચાતા શાકભાજી અને બહાર લારીમાં છુટકમાં વેચાતા શાકભાજીના ભાવમાં બમણાથી પણ વધુનો તફાવત જોવા મળી રહ્યો છે. મરચાંનો 20 કિલોના સરેરાશ ભાવ રૂ.375 બોલાઇ રહ્યો છે તો મરચાં છુટકમાં 10 રૂપિયે 250ગ્રામ વેચાય છે. 20 કિલો લીબુંનો ભાવ રૂ.370 ભાવની સામે છુટકમાં તે 10 રૂ.250 વેચાય છે. રીતે બધા શાકભાજીના હોલસેલ ભાવ કરતાં બમણા કે તેથી ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે. જોકે ગત ઓક્ટોબર માસમાં આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ શિયાળાના પ્રારંભે હાલમાં અડધા ગગડ્યા છે. જેને પગલે ગૃહિણીઓને કેટલેકઅંશે રાહત થવા પામી છે. જોકે શાકભાજીનો રાજા કહેવાતા બટાકા ગૃહિણીઓને રડાવી રહ્યા છે. સામાન્ય રીતે 20 રૂપિયે કિલો મળતા બટાકા હાલમાં 30થી40 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે.

શાકભાજીના સરેરાશ ભાવ

શાકભાજી હોલસેલછુટક

મરચાં1940થી50

બટાકા1930થી40

લીબું1830થી40

ભીંડા2040થી50

ડુંગળી1225થી30

રીંગણ1115થી20

કોબીજ715થી20

ફુલાવર415થી20

ગીલોડી1040થી60

ટામેટા720થી25

આદુ3060થી70

અમને પણ માંડ બે પૈસા મળે છે

શાકભાજીનાછુટકવેપારી પ્રવિણભાઇ જણાવે છે કે, મોટા વેપારી ખેડૂત પાસેથી માલ ખરીદે છે. જેમની પાસેથી અમે લાવીએ છીએ અને કિલોએ 5થી10 રૂપિયા વધુ લઇ વેચીએ છીએ. અમારી છુટક વેચવાનું હોવાથી ગ્રાહકો વીણીને શાકભાજી લઇ જાય છે. જ્યારે ઘણું શાક બગડી જતું હોવાથી પડી રહેતું હોવાથી અમને પણ માંડ બે પૈસા મળે છે.

મોઢેરા રોડ પર ગટરલાઇન નાખવા રોડ તોડી નાખ્યો પણ સમારકામમાં ધાંધિયા

મહેસાણાના મોઢેરા રોડ પર જીયુડીસી દ્વારા પાકો રોડ તોડીને ગટરલાઈન નાખ્યા બાદ અહીં માત્ર માટી પુરાણ કરી દેવાતાં લોકો મહિનાઓથી પરેશાન થઈ રહ્યા છે. તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડાઓમાં મેટલ કામ કરાયું છે. જો કે, હજુ પણ રોડની સપાટી તેમજ ગટરનાં ઊંચાં ઢાંકણાં વચ્ચે ખાડાનો મેટલવાળો ભાગ નીચો હોઈ અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં સાયકલ લઈને પસાર થઈ રહેલી એક વિદ્યાર્થિની સ્લીપ મારી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી. સદનસીબે તે ટ્રક નીચે આવતાં સહેજમાં બચી હતી. જેથી તાત્કાલિક ધોરણે અહ