• Gujarati News
  • સ્ટેટ સાયક્લિંગ સ્પર્ધામાં મહેસાણા જિલ્લો ઝળક્યો

સ્ટેટ સાયક્લિંગ સ્પર્ધામાં મહેસાણા જિલ્લો ઝળક્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તક મળે તે હેતુથી ગુજરાત ઓલમ્પિક એસોસિએશનના નેજા હેઠળ વિવિધ રમતોનાં એસોસિએશન કામ કરે છે. જે પૈકી ‘ગુજરાત સ્ટેટ સાયક્લિંગ એસોસીએશન’ દ્વારા તાજેતરમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનિયરીંગ ખાતે મહેસાણા જિલ્લાના ખેલાડીઓ માટે યોજાયેલા સિલેકશનમાં ઇલાઇટ કેટેગરીમાં મહેસાણાના ડો. મુકેશ ચૌધરી, ડો. નિર્ભય દેસાઇ, જસપાલ ચૌધરી, ભરત ચૌધરી અને ઉષાબેન ચૌધરી સિલેક્ટ થયા હતા. જ્યારે અન્ડર-15 કેટેગરીમાં હાર્દ એમ. પટેલ સિલેક્ટ થયા હતા. જેમણે તા.8-11-2014ના રોજ ધોલેરા મુકામે રાજ્યકક્ષાની સાયક્લિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ઉષાબેન ચૌધરી દ્વિતીય અને જસપાલ ચૌધરી તૃતિય ક્રમે વિજેતા થયા હતા. ઉલ્લેખનિય છે કે, ઇલાઇટ કેટેગરીમાં 19 વર્ષથી ઉપરના ખેલાડીઓ હોય છે. જેમાં ઉષાબેનની ઉંમર 50 વર્ષ હોવા છતાં યુવા ખેલાડીઓને હરાવી બીજો નંબર હાંસલ કર્યો છે. જ્યારે જસપાલ ચૌધરીની ઉંમર 35 વર્ષ હોવા છતાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે. મહેસાણામાં ડૉ. મુકેશ ચૌધરી દ્વારા આઇસીસી ક્લબ ચલાવવામાં આવે છે. જેમાં તેઓ દરરોજ 50 કિમી જેટલું સાયક્લિંગ કરે છે. સીલેકશન અને પાર્ટીશીપેશન માટે સાકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનિયરીંગના ડાયરેક્ટર ડૉ. મુકેશ પટેલે સીલેક્ટર અને મેનેજર તરીકે સેવા આપી હતી.

સાયક્લિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ.