• Gujarati News
  • આજે નગરપાલિકાની સાધારણ સભા

આજે નગરપાલિકાની સાધારણ સભા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રખડતાં પશુ મામલે વિપક્ષ આક્રમક વલણ અપનાવશે!

મહેસાણાપાલિકાની સાધારણ સભા સોમવારે સાંજે પાલિકાના સભાખંડમાં મળવાની છે. જેમાં નવી સ્ટ્રીટલાઈટ, સીસી રોડ, પાણીની નવી લાઈનો વગેરે કામોના કુલ 69 જેટલી દરખાસ્તો અંગે ચર્ચા હાથ ધરાશે. જ્યારે રખડતાં પશુ મામલે વિપક્ષ આક્રમક વલણ અપનાવે તેવા સંકેત મળ્યા છેે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી-78 અંતર્ગત પાલિકાને કુલ રૂ.7.75 કરોડની ફાળવણી થઈ હોઈ તે રકમ ટાઉનહોલની ઈલેક્ટ્રીક, સાઉન્ડ સીસ્ટમ તથા લીફ્ટ, મ્યુ.ગ્રાઉન્ડ ડેવલોપ કરવું, રામોસણા બ્રીજ નીચે સિવિક સેન્ટર બનાવવું, લાયબ્રેરીના પ્રથમ માળે સિનિયર સિટીઝન રૂમ બનાવવો, તળાવની દિવાલ બનાવવી તેમજ જનભાગીદારીથી સોસાયટીઓના રોડ બનાવવાના કામમાં વાપરવાની દરખાસ્ત પણ એજન્ડામાં સામેલ છે.