• Gujarati News
  • 5 Inch Rain In Visnagar, All Road Are In Under Water

વિસનગરમાં અનરાધાર પાંચ ઇંચ વરસાદ, શહેરના મુખ્ય માર્ગો પાણીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: વિસનગરમાં ભારે વરસાદને કારણે દિવસે પણ અંધારું થઇ ગયું હતું અને વાહનોની લાઈટો ચાલુ કરવી પડી હતી)
વિસનગર: છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું છે અને આજે ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ પડ્યો છે. પાટણમાં 10 ઇંચ વરસાદ વરસી ગયો છે જયારે વિસનગરમાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસી ગયો છે. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે જેમાં ગંજ બજાર, ગૌરવ પથ, કાંસા ચોકડી અને મુખ્ય બજાર પાણી ભરવાને લીધે બંધ થઇ ગઈ છે. ધૂળી માતાના પરુ વિસ્તારના 15 રહીશોએ પાણી ભરવાને લીધે મકાન ખાલી કરી નાખ્યું છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, હિંમતનગર અને પાટણમાં પણ ભારે વરસાદને કારણે અનેક લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. નદીઓમાં પૂર આવ્યા છે અને સરસ્વતી ડેમમાં પણ નવા નીર આવ્યા છે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે.
આગળ ક્લિક કરો અને જુઓ વિસનગરમાં પડેલા ભારે વરસાદની કેટલીક તસવીરો...
(તમામ તસવીરો: ઇન્દ્રવદન ભટ્ટ, વિસનગર)