• Gujarati News
  • 2 Lakh Cracking High profile Gambling, Three Police Officials Transferred

હાઇપ્રોફાઇલ જુગારમાં ૨ લાખનો તોડ, ત્રણ પોલીસકર્મીઓની બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હાઇપ્રોફાઇલ જુગારમાં ૨ લાખનો તોડ, ત્રણ પોલીસકર્મીઓની બદલી
- જિલ્લા પોલીસબેડામાં ચર્ચાસ્પદ મામલો
- મહેસાણા-ઊંઝા હાઇવે સ્થિત રેસ્ટોરન્ટ પાછળના ફાર્મ હાઉસમાં રેડ પ્રકરણ
- કમાન્ડો સહિ‌ત ત્રણ પોલીસકર્મીઓ તાત્કાલિક અસરથી બદલાયા

મહેસાણા: મહેસાણા- ઊંઝા રોડ પર રેસ્ટોરન્ટની પાછળ આવેલા ફાર્મ હાઉસમાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગારધામ પર ગુરુવારે સાંજે પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો હતો. જોકે અહીં જુગાર રમતા પકડાયેલા નબીરાઓ સામે કાર્યવાહી નહીં કરવા રૂ.૨ લાખમાં પોલીસે પતાવટ કરી હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. છેવટે આ મામલો જિલ્લા પોલીસવડા સુધી પહોંચતાં તાત્કાલિક અસરથી ત્રણ પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જોકે આ બદલી જાહેર હિ‌તમાં કરાઇ હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.
માહિ‌તગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ, ખાનગી કાર તેમજ બાઇક ઉપર આ સ્થળે પહોંચી રેડ કરનાર મહેસાણાના ઉચ્ચ પોલીસ અધિકારીના સ્ટાફના હાથે ૧૦થી વધુ નબીરાઓ જુગાર રમતાં ઝડપાયા હતા. પોલીસની રેડને પગલે પરસેવે રેબઝેબ જુગારીઓએ સમજી લેવાનું કહેતા ચર્ચાઓને અંતે આખરે રૂ.૨ લાખનો તોડ કરી નીલ રેડ બતાવીને પોલીસકર્મીઓ પરત ફર્યા હતા. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસનો તોડનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને સમગ્ર પ્રકરણ જિલ્લા પોલીસવડા સુધી પહોચ્યું હતું.
જેમાં શરૂઆતમાં જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા સહિ‌તનો જુસ્સો બતાવનાર પોલીસવડા જે.આર. મોથલિયાએ ઉચ્ચ પોલીસ અધિકારી સાથેની ચર્ચાઓને અંતે આખરે ત્રણ પોલીસકર્મીઓની તાબડતોબ બદલી કરવાનો નિર્ણય લઇ સમગ્ર મામલે પડદો પાડી દેવાનો મુદ્દો પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

જાહેરહિ‌તમાં બદલી કરાઇ છે : ડીએસપી
જુગારધામ પર પોલીસકર્મીઓના તોડનો મામલો પોલીસબેડામાં ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે જિલ્લા પોલીસવડા જે.આર. મોથલિયાએ આ અંગે પોતે અજાણ હોવાનું કહી ત્રણે પોલીસકર્મીઓની જાહેરહિ‌તમાં બદલી કરાઇ હોવાનું જણાવ્યું હતું.