તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા પાલિકાને રસ્તાના સમારકામ માટે વધુ ૨ કરોડ ફાળવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તૂટી ગયેલા રોડ બનાવવા ૮ કરોડની દરખાસ્ત કરાઇ છે

શહેરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન કેટલાય રોડ તૂટયા છે ત્યારે નગરપાલિકાએ જીયુડીસીમાં કરેલી રૂ.૮ કરોડની દરખાસ્ત પૈકી રૂ.૨ કરોડની ફાળવણી કરાતાં પાલિકા દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધરાશે. મહેસાણા શહેરમાં છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની (જીયુડીસી) દ્વારા ભૂગર્ભગટર યોજનાની પાઈપલાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે.

પાઈપલાઈન નાખવાના કારણે કેટલાય વિસ્તારોમાં રોડ તૂટયા હોઈ જીયુડીસી દ્વારા અગાઉ આ માટે રૂ.૨ કરોડ નગરપાલિકાને ફાળવા હતા. જ્યારે અન્ય તૂટેલા રોડના સમારકામ માટે પાલિકા દ્વારા રૂ.૮ કરોડનો એસ્ટીમેટ બનાવી તાજેતરમાં જીયુડીસીમાં દરખાસ્ત મૂકાઈ હતી. જે પૈકી વધુ રૂ.૨ કરોડની ફાળવણી જીયુડીસી દ્વારા કરાઈ છે અને શુક્રવારે નગરપાલિકા વતી પ્રમુખ રોહિ‌તભાઈ પટેલ આ રકમનો ચેક અપાયો હતો. તૂટેલા રસ્તા પૈકી જેને એક ચોમાસુ પસાર થઈ ગયું હશે તેવા રોડનું સમારકામ કે નવા રોડ બનાવવાની કામગીરી આ નાણાંમાંથી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું.