• Gujarati News
  • 1400 Of The Bill Paying To The Phone's Fault Railway Polisamathaka Six Months Ended

૧૪૦૦નું બિલ ભરવાના વાંકે રેલવે પોલીસમથકનો ફોન છ મહિ‌નાથી બંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉચ્ચ અધિકારી સુધી જાણ કરવા જતાં કોઇ ધ્યાન નહીં આપતાં કચવાટ
અરજદારે ઘટનાની જાણ કરવા રૂબરૂ ધક્કો ખાવો પડે


મહેસાણા રેલવે પોલીસ મથકનો ટેલિફોન છ મહિ‌નાનું રૂ.૧૪૦૦ બિલ નહીં ભરવાના કારણે બંધ કરી દેવાતાં પોલીસ અને અરજદારોની હાલત કફોડી બની છે.

રેલવે પોલીસ મથકની હદમાં ધારેવાડા, પાટણ તેમજ આંબલિયાસણ આવે છે. ત્યારે છેલ્લા છ મહિ‌નાથી ટેલિફોન અને ફેકસ સેવા બંધ થઇ ગઇ છે. જેના કારણે અકસ્માત, ચોરી સહિ‌તના બનાવોની જાણ કરવા અરજદારોને પોલીસ મથક સુધી લાંબા થવાનો વારો આવે છે. ટેલિફોનનું રૂ.૧૪૦૦ જેટલું બિલ નહીં ભરાતાં ટેલિફોન વિભાગ દ્વારા છ મહિ‌ના અગાઉ આઉટ ગોઇંગ બંધ કરી દેવાયું હતું. તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા બિલ ભરપાઇ ન કરાતાં હવે ઇનકમીંગ પણ બંધ કરી દેવાયું છે. રેલવે પોલીસ મથકનો ટેલિફોન બંધ હોવાના કારણે ઉચ્ચ અધિકારીના સંપર્કથી માંડી હેડ ઓફિસમાં રિપોર્ટ રજૂ કરવા સહિ‌તની કામગીરી ફરજ પરના પોલીસકર્મીએ પોતાના મોબાઇલ પરથી જ કરવી પડતી હોઇ કચવાટ સર્જા‍યો છે. નોંધપાત્ર છે કે, છેલ્લા છ મહિ‌નાથી ટેલિફોન બંધ હોવાના કારણે ફેક્સ પણ ઉપયોગમાં લેવાતો ન હોઇ તેના પર ધૂળ જામી ગઇ છે. ફેકસ પણ બહારથી કરવા પડે છે. આ સંજોગોમાં ટેલિફોન બિલ ભરવાની જવાબદારી લેવા કોઇ તૈયાર નથી તેમ ઇન્ચાર્જ પીઆઇએ જણાવ્યું હતું.

પોલીસ અને અરજદાર બંનેને હાલાકી
ટેલિફોન બંધ હોવાથી પોલીસને બનાવની જાણ કરવા તેમજ પોલીસને નોકરી બાબતે વર્ધી આપવાની કામગીરીથી માંડી ઉચ્ચ અધિકારી, કંટ્રોલરૂમ તેમજ હેડ ઓફિસમાં રિપોર્ટ કરવાની કામગીરી મોબાઇલ પરથી જ કરવામાં આવે છે. ટેલિફોન બંધ હોવાની જાણ સ્થાનિક પોલીસ અધિકારીથી માંડી અમદાવાદ સહિ‌તની બ્રાન્ચને હોવા છતાં તેઓ પણ આ બાબતે કોઇ જ ધ્યાન નહીં આપતાં હોવાનો કચવાટ પોલીસકર્મીઓ વ્યક્ત કરી રહ્યા છે.