તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડીયા પેઢીના કર્મચારી પર હૂમલો કરી ૧.૮૮ લાખની લૂંટથી ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્કોર્પીયો ગાડી રોડ વચ્ચે ઉભી કરી પાંચ શખ્સોએ કારમાં જઈ રહેલા કર્મચારી સહિ‌ત તેના મિત્રોને રોકી કરેલી લૂંટ : મોડી રાત્રે બનેલો બનાવ

વિજાપુર તાલુકાના મણીપુરા નજીક બુધવારે રાત્રે પોતાના મિત્રો સાથે કારમાં ઘરે જઇ રહેલ આંગડીયા પેઢીના કર્મચારી પર સ્કોર્પીયો ગાડી લઇને આવેલ પાંચ જેટલા શખ્સોએ ધારિયા વડે હૂમલો કરી ૧.૮૮ લાખની લૂંટ કરતાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આંગડીયા પેઢીના કર્મચારીની સાથે રહેલ તેમના બે સહકર્મચારીઓ ડરના માર્યા નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસેનાકાબંધી કરી હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી સ્કોર્પીયો ગાડીની ભાળ મળી ન હતી.આ બનાવ અંગે આંગડીયા પેઢીના કર્મચારીની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તાલુકાના કોલવડા ગામના વિહોલ દેવેન્દ્રસિંહ ભવાનસિંહ વિજાપુર સ્થિત આવેલ રમેશભાઇ કાન્તિભાઇ પટેલની આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. દરમિયાન દેવેન્દ્રસિંહ બુધવારે હિંમતનગર ખાતે આવેલ તેમની બીજી ઓફિસ ખાતે ગયા હતા જ્યાંથી ઓફિસનો હિ‌સાબ પુરો કરી તેમના બે સહકર્મચારી પ્રહલાદભાઈ બાબુભાઈ પટેલઅને અજય કાન્તિલાલ પટેલ સાથે ૧,૮૮,પ૦૦રોકડ થેલામાં ભરી બસમાં બેસી વિજાપુરની આનંદપુરા ચોકડી પાસે આવ્યા હતા.

જ્યાંથી ચોકડી મુકેલી તેમની કારમાં બેસી તેઓ ઘરે કોલવડા જવા નીકળ્યા હતા. જ્યાં મણીપુરા-મહાદેવપુરા રોડ વચ્ચે એક સફેદ કલરની સ્ર્કોપીયો ગાડી ઉભી હતી જેથી દેવેન્દ્રસિંહે મારૂતીગાડીમાંથી બહાર માથુ કાઢી તમે કોણ છો તેટલુ જ કહેતાં સામેના શખ્સે ધારિયા વડે હૂમલો કરી દીધો હતો જેમાં દેવેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે દેવેન્દ્રસિંહના બે સહકર્મચારીઓ ડરના માર્યા નાસી ગયા હતા.

જ્યાં સ્ર્કોપીયો ગાડીમાં આવેલ પાંચ જેટલા શખ્સ દેવેન્દ્રસિંહ પાસે રહેલ ૧,૮૮,પ૦૦ રોકડની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જિલ્લાભરમાં નાકાબંધી હાથ ધરી હતી.આ બનાવ અંગે વિજાપુર પોલીસે દેવેન્દ્રસિંહની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.