તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા અને રાજસ્થાનમાંથી ટ્રેક્ટરની ચોરી કરનાર ચોર ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોડાસા ટાઉન પોલીસે રાજસ્થાન રીઢા વાહનચોરને રાજસ્થાન રાજ્યના ધંબોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ ટ્રેક્ટર કિં. રૂ.5 લાખ તથા મોડાસામાંથી ચોરેલ ટ્રેક્ટર કિં. રૂ.70 હજાર મળી કુલ 5.70 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે

ગત 7- 3 -2020 ના રાતે 9:00 વાગ્યે મોડાસા હજીરા વિસ્તારમાં આવેલ ન્યૂ મોડાસા એગ્રીકલ્ચર વેલ્ડીંગ વર્કસના કારખાના આગળથી ટ્રેક્ટર કિં. 70 હજારની મત્તાની ચોરી થઇ હતી. દરમિયાન મોડાસા સહયોગ ચોકડીમાં વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી આધારે હજીરા વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેલર લઈ એક શખ્સ નંબર વગરના વાદળી રંગના ટ્રેકટર સાથે મોડાસા સહયોગ ચોકડી તરફ આવનાર છે જેથી પોલીસે મોડાસા સહયોગ ચોકડીએ ટ્રેક્ટર અને ટ્રોલી લઈને આવતા ઊભું રાખી તેનું નામ પુછતા પોતાનું નામ પપ્પુ રામલાલ કટારા (25) રહે. કલંદર તાલુકો વીંછીવાડા જિલ્લા ડુંગરપુર રાજસ્થાન હોવાનું જણાવેલ તથા ટ્રેક્ટર બાબતે પૂછતા ટ્રેક્ટર રાજસ્થાનના સીમલવાડાથી એકાદ અઠવાડિયા પહેલા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

બાતમી આધારે પોલીસે સહયોગ ચોકડીથી દબોચ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો