ડીસામાં જૂની અદાવતમાં છરા વડે હુમલો કરતાં યુવક ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા શહેરના નેહરૂનગર ટેકરા વિસ્તારમાં બે શખ્સોએ એક યુવાન પર જૂની અદાવત રાખી માથા તેમજ હાથના ભાગે છરાના ઘા મારતાં ઈજા થતાં ડીસા બાદ પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો.

ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતા કિરણકુમાર જેસીંગભાઇ માજીરાણા ગુરૂવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે ઘરની નજીક આવેલા પાણીના ટાંકા પાસે આવેલ દુકાને ગયા હતાં.ત્યારે રાજુભાઈ લાલાભાઇ માજીરાણાએ \\\"મારી સાથે તે કેમ બોલાચાલી કરી હતી\\\" તેમ કહી કપાળના ભાગે છરાનો ઘા માર્યો હતો તેમજ સુરેશભાઈ ચમનભાઈ માજીરાણાએ પણ ઉશ્કેરાઈ છરા વડે હુમલો કરતાં જમણા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. યુવકે બુમાબુમ કરતાં તેના પરીવારના સભ્યો આવતાં બન્ને ધમકી આપી ભાગી ગયા હતા.ગંભીર રીતે ઘવાયેલા યુવકને પહેલા ડીસા બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડ્યો હતો. કિરણ માજીરાણાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે રાજુ લાલાભાઇ માજીરાણા અને સુરેશ ચમનભાઇ માજીરાણા(બન્ને રહે,નહેરૂનગર ટેકરા,)સામે ફરીયાદ નોધાવી હતી.

ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે બે સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...