તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ આંગણવાડીના કાર્યકરોને 4 માસથી પગાર નહીં મળતા રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારમી મોંઘવારીમાં પણ કલોલના આંગણવાડીના કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર નહી મળતા રોષ ઉઠવા પામ્યો છે. કર્મચારીઓને પગાર નહી થતાં કર્મચારીઓની આર્થિક પરીસ્થિતિ કફોડી બની રહેતા પગાર કરવાની માંગ ઉઠવા પામી છે.

સર્ગભા માતાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર આપવાની સાથે સાથે બાળકોને અક્ષરજ્ઞાન આપવાની કામગીરી આંગણવાડીમાં કરવામાં આવે છે. ઉપરાંત કિશોરીઓ અને ધાત્રી માતાઓને પણ પોષણયુક્ત આહાર આપીને શું શું તકેદારી રાખવી તેની માહિતી આપવાની કામગીરી આંગણવાડીના કાર્યકર અને સુપરવાઇઝર દ્વારા કરવામાં આવે છે. આંગણવાડીના કાર્યકરો સહિતના કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર નહી થતાં આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. કારમી મોંઘવારીમાં પગારના અભાવે આંગણવાડીના કર્મચારીઓને એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ બની રહી છે. આથી આંગણવાડીના કાર્યકરો સહિતના કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર થાય તેવી માંગ આંગણવાડીના કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

કલોલ તાલુકાની આંગણવાડીની કાર્યકરો અને સુપરવાઇઝરોના છેલ્લા ચાર માસથી પગાર નહી થવા પાછળ ગ્રાન્ટ માઇનસમાં હોવાથી પગારમાં વિલંબ થઇ રહ્યો હોવાની ચર્ચા આંગણવાડીના કર્મચારીઓમાં જોવા મળી રહી છે. જોકે કલોલના આંગણવાડીના કર્મચારીઓને પગાર થાય તે માટેની કાર્યવાહી કરી દેવામાં આવી છે. આગામી સપ્તાહમાં પગાર મળી જશે

આ ઉપરાંત આગામી સમયથી આંગણવાડીના કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર મળે તેવું આયોજન પણ કરવાશે તેવી ચર્ચા જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગના કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી.

કલોલના આંગણવાડીના કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર નહી મળતા રોષ ઉઠવા પામ્યો છે. કર્મચારીઓને પગાર નહી થતાં કર્મચારીઓની આર્થિક પરીસ્થિતિ કફોડી બની રહેતા પગાર કરવાની માંગ ઉઠવા પામી છે.

એક તરફ છેલ્લાં કેટલાંક સમયથી મોંધવારીમા સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ટુંકા પગારમા ફરજ બજાવતા આંગણવાડીના કાર્યકરોને તેમના પરિવારનુ ગુજરાન ચલાવવા માટે ભારે મુસીબત અનુભવવી પડી રહી છે હાલ આ બાબતે આંગણવાડીના કાર્યકરો દ્વારા તેમને જે ચાર માસથી પગાર નથી મળતો તે અંગે રજૂઆત કરવામા આવી છે. સરકાર એક તરફ રાજયના નાના કર્મચારીને કોઈ અન્યાય નહિ થાય તેવી વાતો કરે છે અને બીજી તરફ આવા કર્મચારીઓને પગાર મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...