5 હજારથી વધુ ગાયો સાથે રાજસ્થાનના માલધારીઓના બનાસકાંઠામાં ધામા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં પણ ઘાસચારા અને પાણીની અછત ઉભી થતા હજારો પશુઓ સાથે માલધારીઓ રાજસ્થાનમાંથી હિજરત કરી બનાસકાંઠાનાં પાણીવાળા વિસ્તારમાં આવ્યાં છે. જોકે હાલ આ માલધારીઓ પશુઓ સાથે ઘાસચારાની શોધમાં ભટકી રહ્યાં છે.

ચાલુ સાલે બનાસકાંઠા અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નહિવત્ વરસાદ થતા ઘાસચારા અને પાણીની ભારે અછત ઉભી થઇ છે. હાલ ખાસ કરીને રાજસ્થાનમાં ઘાસચારા સાથે પશુઓ માટે પીવાનાં પાણીનાં પણ ફાંફાં થઇ ગયા છે. જેથી માલધારીઓ હજારો પશુઓ સાથે ગુજરાતનાં બનાસકાંઠામાં પાણીવાળા વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. આ માલધારીઓ પાસે અંદાજિત 5 હજારથી વધુ ગાયો છે તેમનાં જીવ બચાવવા માટે રાજસ્થાનમાંથી હિજરત કરીને બનાસકાંઠાનાં ડીસા આસપાસનાં વિસ્તારોમાં પરિવાર સાથે ધામા નાખ્યા છે. હાલ 45 ડીગ્રી ગરમીમાં આ માલધારીઓ પોતાના પશુઓને ઘાસ માટે આમતેમ ભટકી રહ્યાં છે.

હિજરતી પશુપાલક ગણેશ રબારીએ જણાવ્યું હતું કે,રાજસ્થાનથી આવ્યાં છીએ,વરસાદ આવશે ત્યારે વતન પરત જઇશું, 50 લોકોની સાથે ગામગામ ફરીને પશુઓ નિભાવીએ છીએ. ચોમાસા સુધી બનાસકાંઠાનાં પાણીવાળા વિસ્તારોમાં રહીને ગાયોને મરતી બચાવશે. બનાસકાંઠામાં પરિવાર સાથે હિજરત કરી આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...