તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં આકરી ગરમી સાથે પવન ફૂંકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં મંગળવારે પણ દક્ષિણ-પશ્ચિમ દિશાનો ઉનાળું પવન ફૂંકાયો હતો. દિવસ દરમિયાન 11 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ચામડી બળી રહી હોય તેવો અનુભવ થયો હતો. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં લોકોનો ઘસારો ઘટ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ હજુ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી સાથે પવન ફૂંકાવાની સ્થિતિ યથાવત રહેશે. જેના કારણે ઉત્તર ગુજરાતની જનતા બરાબર ગરમીમાં શેકાશે.

શહેર ગરમીનો પારો

મહેસાણા 41.1(-0.2)

પાટણ 41.0(0.0)

ડીસા 41.0(+0.2)

ઇડર 41.2(-0.8)

મોડાસા 41.1(-0.2)

અન્ય સમાચારો પણ છે...