Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પવન બદલાતાં મહેસાણામાં 3 ડિગ્રી ઠંડી ઘટી, પારો 15.10
વિજાપુર | દક્ષિણ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રવિવારે પવનની દિશા બદલાતાં ઉત્તર ગુજરાતમાં દિવસ અને રાતના તાપમાનમાં એકથી સાડા ચાર ડિગ્રીનો વધારો થતાં બપોરે ઠંડી ગાયબ થઈ ગઇ હોય તેવો માહોલ બન્યો હતો. હવામાન વિભાગના મતે સોમવારે બનાસકાંઠા જિલ્લામાં માવઠું થઈ શકે છે. રવિવારે ગરમીનો પારો એકાદ ડિગ્રીનો ઉચકતા મહત્તમ તાપમાન 27 થી 27.8 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેના કારણે બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી. તેવી જ રીતે રાત્રીના સમયે સાડા ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી, હજુ 1 થી 2 ડિગ્રી ઠંડી ઘટશે.
મુખ્ય શહેરોનું તાપમાન
શહેર તાપમાન
મહેસાણા 15.1(+3.1)
પાટણ 14.5(+2.7)
ડીસા 13.4(+4.6)
ઇડર 14.0(+3.1)
મોડાસા 14.7(+2.5)
શહેર તાપમાન
મહેસાણા 15.1(+3.1)
પાટણ 14.5(+2.7)
ડીસા 13.4(+4.6)
ઇડર 14.0(+3.1)
મોડાસા 14.7(+2.5)