તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવલ્લીના ટીંટોઇ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના ટીંટોઇ માર્કેટયાર્ડમાં મંગળવારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો શુભારંભ થયો છે. બજારમાં ભાવો ગગડવા લાગતા ખેડૂતોએ સરકારે નક્કી કર્યા મુજબ 368ના ભાવે ઘઉં આપવાનું શરૂ કર્યુ છે.

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટે પુરવઠા નિગમે મોડાસા-માલપુર-ધનસુરા-બાયડ-ભિલોડા-મેઘરજ અને ટીંટોઇ માર્કેટયાર્ડ ખાતે ખરીદ સેન્ટરો ફાળવ્યા છે. ટેકાના ભાવે ઘઉં વેેચવા માટે જિલ્લામાં એક મહિના જેટલા સમયગાળાથી સેન્ટરો શરૂ કર્યા છે.પરંતુ બજારમાં ઘઉંના ઉંચા ભાવો મળતા હોવાથી ખેડૂતો જાહેર હરાજીમાં રોકડેથી ઘંઉ વેચવા માટે તત્પર બન્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસના સમય ગાળામાં જિલ્લાના માર્કેટયાર્ડોમાં જાહેર હરાજીમાં ઘઉંના ભાવો એવરેજ 340 સુધીના તળીયે પહોચી જતા ખેડૂતો વિમાસણમાં મુકાયા હતા. જિલ્લામાં શરૂ કરેેલી ખરીદ સેન્ટરો પરના કર્મીઓએ છેલ્લા 10 દિવસ ઉપરાંતના સમયગાળાથી ખેડૂતોને મેસેજ કર્યો છે. પરંતુ ખેડૂતો કયા કારણોસર ટેકાના ભાવે ઘઉં વેચવા માટે તૈયાર ન થતા પુરવઠા નિગમ પણ મુંઝવણ અનુભવી રહ્યુ છે. ત્યારે મોડાસાના ટીંટોઇ મોર્કેટયાર્ડ ખાતે ખેડૂત મયુર ધ્વજરાજસિંહ ચંપાવત,કનુભાઇ પટેલ,અરવિંદભાઇ પટેલ અને ઈશ્વરભાઇ પટેલે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો પ્રારંભ કરાવતા ખેડૂતો અને પુરવઠા નિગમના અધિકારીઓમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...