વડાલીમાં વીજતણખાં ઝરતાં આગ લાગતાં ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલીના ઋતુરાજ ડાહ્યાભાઈ પટેલની ખેતીલાયક જમીન વડાલી-ઇડર માર્ગપર આવેલી રામપુર ચોકડી નજીક ખેતીલાયક જમીનમાં ઘેઉનુ મોટાપાયે વાવેતર કર્યુ હતુ. ગુરૂવારે સવારે ખેતરમાંથી પસાર થતી વિજલાઈનમાંથી વીજતણખા ઝરતા પાકમાં એકાએક આગ લાગી હતી. અાસપાસમાંથી લોકો દોડી આવી આગ પર કાબુ મેળવવા પાણીની મારો ચલાવ્યા લાગ્યા હતા. પરંતુ આગ પર કાબુ ન મેળવી શકાતા વડાલી નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવ્યું હતુ અને ભારેજહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તસવીર-નિતુલ પટેલ