તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની સીમમાં એંદલા રોડ પર વાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની સીમમાં એંદલા રોડ પર વાવ નજીક ઇંટવાડા માટે કરાયેલા ખોદકામને લીધે આસપાસના ખેડૂતોની 10થી 15 વીઘા જમીનનું ધોવાણ થયું છે. આ ગેરકાયદે ધમધમતા ઇંટવાડા અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં કોઇ પગલાં નહીં લેવાતાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

શંખલપુર ગામના જયંતિભાઇ તળશીભાઇ પટેલ સહિતના ખેડૂતોની રજૂઆત મુજબ, શંખલપુરની સીમના રે.સ.નં.2126, 2113 અને 2135 વાળી જમીનમાં પરપ્રાંતિયો ખેતીની જમીનમાં ખોદકામ કરી ઇંટો પકવે છે. અહીં છેલ્લા 10 વર્ષથી ઇંટો પાડતા હોઇ આ ખેતરોમાં તેમજ બાજુના ખેતરોમાં પાંચ-પાંચ ફૂટ ખોદકામ કર્યુ છે. જેને કારણે આસપાસની 10થી 15 વીઘા જેટલી જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જમીન ધોવાણ થતી રોકવા ખેડૂતો દ્વારા ઇંટભઠ્ઠાના માલિકને કહેવા જતાં થાય તે કરી લેજો, તાલુકામાં બધે વ્યવહાર કરીએ છીએ મારું કંઇ બગાડી નહીં શકો તેમ કહી ધમકી આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો