સમી પ્રાથમિક કુમાર શાળામાં વાલી સંમેલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : સમી ખાતે આવેલ તાલુકા પ્રાથમિક કુમાર શાળા ખાતે વાલી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું તથા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ તથા મધ્યાન ભોજન સંચાલકનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સીઆરસી રામભાઈ પટેલ દ્વારા ધોરણ 2 માં ઉપચારાત્મક વર્ગ ના કરવા પડે એ માટે વાલીઓ સાથે ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભદ્રેશભાઈ ,એસએમસી ના અધ્યક્ષ ભીખાભાઈ પરમાર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...