તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ | વડગામ તાલુકાના મેપડામાં ક્લસ્ટર કલાનો 150 મી ગાંધીજયંતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ | વડગામ તાલુકાના મેપડામાં ક્લસ્ટર કલાનો 150 મી ગાંધીજયંતી નિમિત્તે કલા ઉત્સવ-2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ સી.આર.સી. અને મેમદપુર પે. સેન્ટર શાળાના આચાર્ય અશ્વિનસિંહ રાજપુતના માર્ગદર્શન હેઠળ મેપડા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર જુદી-જુદી સ્પર્ધાઓમાં ક્લસ્ટરની શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં નંબર લાવનાર તમામ બાળકોને ઇનામી રકમ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ આચાર્ય, નિર્ણાયકો અને શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...