વિજાપુરની સેન્ટ જોસેફ શાળામાં RTE હેઠળ 11 બાળકોને પ્રવેશ ન આપ્યો

Vijapur News - vizapur39s st joseph school did not allow 11 children under rte 080020

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST
વિજાપુરની સેન્ટ જોસેફ શાળામાં આરટીઇ મુજબ ધો.1માં 41 બાળકોને પ્રવેશ આપવા યાદી જાહેર કરાઇ હતી. જેને લઇ બાળકોના વાલીઓએ શાળાના વહીવટકર્તા તેમજ પ્રિન્સીપાલ નો સંપર્ક કરતાં સરકારે જાહેર કરેલા 41માંથી 30 જણાને જ પ્રવેશ આપવાનું કહ્યું હતુ.

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને વાલીઓએ રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળતાં તેમજ શાળા સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં નહીં આવતાં તંત્ર સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયલો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે જણાવ્યું કે, કેટેગરી પ્રમાણે લિસ્ટ જાહેર કરાયું છે, પરંતુ વાલીઓએ અગાઉ જાહેર કરેલા ક્રમાંકમાં ફેરફાર કરવાનું જણાવી રહ્યા છે.

X
Vijapur News - vizapur39s st joseph school did not allow 11 children under rte 080020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી