વિસનગર કોલેજ હેન્ડબોલની ટીમ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાટણ ખાતે ભાઇઓ માટેની આંતર મહાવિદ્યાલય હેન્ડબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એમ.એન. કોલેજ વિસનગરની ટીમે વર્ષ 2016-17 થી 2018-19 સુધી સતત ત્રણ વર્ષથી હેન્ડબોલ રમતમાં ચેમ્પિયન થઇ છે. જેમાં ચાવડા અક્ષયસિંહ વનરાજસિંહ, ચાવડા કુલદીપસિંહ ભરતસિંહ અને પટેલ દિપકુમાર હરેશભાઇ યુનિ. તરફથી હેન્ડબોલ ટીમ મહારાષ્ટ્રના સોલાપુરમાં રમીને આવતાં કોલેજ પરિવારે ટીમને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...