વિસનગર : અમેરિકાની કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.અેમ.અેચ.હોસ્નીઅે શુક્રવારે વિસનગરની

વિસનગર : અમેરિકાની કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.અેમ.અેચ.હોસ્નીઅે શુક્રવારે વિસનગરની સાંકળચંદ...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 04:15 AM
Visnagar News - visnagar university of kansas state university professor dramhoch hosnin on visnagar on friday 041540
વિસનગર : અમેરિકાની કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.અેમ.અેચ.હોસ્નીઅે શુક્રવારે વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં બંને યુનિ.વચ્ચે વિદ્યાર્થીઅોની મુલાકાત, પ્રાધ્યાપકની મુલાકાત અને જ્ઞાન વિનિમય બાબતે અેમઅોયુ કરાયા હતા. યુનિ.ના પ્રોવેસ્ટ ડો.વી.કે.શ્રીવાસ્તવ અને પ્રો.હોસ્ની વચ્ચે અેમઅોયુની અાપ-લે કરાઇ હતી. અા પ્રસંગે સાંકળચંદ યુનિ.ના પ્રેસીડેન્ટ પ્રકાશભાઇ પટેલે બંને યુનિવર્સિટીઓ વચ્ચે સહકાર વધે તે માટે પ્રયત્નો કરવા ચર્ચા કરી હતી. પ્રો.હોસ્નીએ વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને ઉદબોધન કર્યું હતું. પ્રકાશભાઇ પટેલે અા પ્રકારના અેમઅોયુથી વિદ્યાર્થીઅો તથા પ્રોફેસર્સને વિશ્વ કક્ષાનું જ્ઞાન મેળવવામાં સફળતા મળશે તેવી અાશા વ્યક્ત કરી હતી.

X
Visnagar News - visnagar university of kansas state university professor dramhoch hosnin on visnagar on friday 041540
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App