તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર તા. પં.માં વાલમના પૂર્વ સરપંચ પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં ગુરુવારે સાંજે ત્રણ શખ્સોઅે અાવી અપશબ્દો બોલી અેક શખ્સે અંદર બેઠેલ કોંગ્રેસ અગ્રણી અને વાલમના પૂર્વ સરપંચને માથાના ભાગે પથ્થર મારી ઇજા પહોંચાડવાના બનાવે ચકચાર જગાવી છ.ેઈજાગ્રસ્ત પોલીસ મથકે દોડી આવ્યા બાદ હતા. ત્યાર બાદ તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.આ અંગે હાલમાં પોલીસ મથકે અરજી અાપવામાં અાવી છે.

તાલુકા પંચાયતના પ્રમુખ ચેમ્બરમાં ગુરૂવારના રોજ બપોરે પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, કોંગ્રેસ અગ્રણી અને વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઇ પટેલ, ઉમતા સદસ્ય ઇન્દ્રવદન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પશાભાઇ પટેલ સહિતના બેઠ્યા હતા તે દરમિયાન વાલમ ગામના સુનીલ શંકરભાઇ પટેલ અને ભાવિક સુરેશભાઇ કાશાભાઇ પટેલ અાવી અપશબ્દો બોલતાં પ્રમુખે પોલીસને જાણ કરતાં પોલીસ અાવતાં બંન્ને ચાલ્યા ગયા હતા ત્યારબાદ પોણા ચાર વાગ્યે સુનીલભાઇ, ભાવિકભાઇ અને પ્રવિણજી કેશાજી ઠાકોરે અાવી પોલીસને કેમ બોલાવી તેમ કહી ઝપાઝપી કરી ભાવિકભાઇઅે હાથમાંનો પથ્થર હિરેનભાઇના માથા ઉપર મારતાં તેમને ઇજાઅો પહોંચી હતી.

વિસનગર તાલુકા પંચાયતમાં બનેલ ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં કોંગ્રેસ અગ્રણી હિરેનભાઇઅે પોલીસ મથકે અાપેલ અરજીમાં ત્રણેયે તેમની સાથે ઝપાઝપી કરી ખિસ્સામાં રહેલ 7 થી 8 હજારની લૂંટ કરી અેક શખ્સે પથ્થર માથામાં મારી ધમકી અાપ્યાનું જણાવ્યું હતું જેમાં પોલીસે હાલ તેમની અરજી લઇ તપાસ હાથ ધરી છે. આ બનાવે ચકચાર જગાવી છે.

અગ્રણી પર હુમલો કરી લૂંટ કર્યાનો આક્ષેપ,પોલીસે માત્ર અરજી લઈ તપાસ હાથ ધરી

તા. પં.ના પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ત્રણ શખ્સોએ પથ્થરથી હુમલો કરતાં દોડધામ,પોલીસ દોડી આવતાં ત્રણેય ભાગી ગયા

પોલીસે લૂંટની ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ

અા અંગે કોંગ્રેસ અગ્રણી હિરેન પટેલે જણાવ્યું હતું કે સુનીલભાઇ અને ભાવિકભાઇ વિસનગર તાલુકા પંચાયતમાં અાવી બોલતા હોવાથી પ્રમુખના ચેમ્બરમાં બેઠેલ તમામે પંચાયતમાં મહિલાઅો હોવાનું જણાવી ઠપકો અાપ્યો હતો અને પ્રમુખે પોલીસને જાણ કરી હતી પોલીસ અાવ્યા બાદ તેઅો નાસી ગયા હતા અને ફરીથી પાછા અાવી અપશબ્દો બોલી માથાના ભાગે પથ્થર મારી અને પૈસા ઝુંટવી જતા રહ્યા હતા જેથી મે પોલીસ મથકે લૂંટ કર્યાનું જણાવતાં પોલીસે લૂંટની ફરિયાદ લેવાની ના પાડતાં જેથી અરજી અાપી નીકળી ગયા હતા.

_photocaption_તાલુકા પંચાયત ખાતે પ્રમુખની ચેમ્બરમાં ગુરુવારે કોંગ્રેસ અગ્રણી અને વાલમના પૂર્વ સરપંચ પર હુમલો થતાં પોલીસ દોડી આવી હતી.*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો