તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર સવાલા દરવાજા પાસે નાનું ડાયવર્ઝન હોઇ ટ્રાફિકથી હેરાનગતિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં ખાડા પડી ગયા હોવાથી પાલિકા દ્વારા નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં અાવી છે.જેમાં ડાયવર્જન નાનુ હોવાને કારણે અા વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ થઇ જતાં અા રોડ બનાવવાની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં અાવે તેવી માંગણી ઉઠવા પામી છે.

શહેરના સવાલા દરવાજાથી મહેસાણા, ગાંધીનગર અને વિજાપુર જવા માટેનો મુખ્યમાર્ગ હોવાથી દિવસભર વાહનોનો ધસારો રહે છે. જ્યાં સવાલા દરવાજાથી અાદર્શ સ્કૂલ તરફ જવાના માર્ગે વારંવાર ખાડા પડી ગયા હોવાથી નવીન રોડ બનાવવા માંગણી ઉઠવા પામી હતી. જેના પગલે પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરી છેલ્લા બે દિવસથી નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં અાવી છે. જ્યાં વાહનચાલકોને પસાર થવા માટે અાદર્શ સ્કૂલના ગેટ નજીકથી ડાયવર્જન અાપવામાં અાવ્યો છે. જે નાનો હોવાથી વારંવાર ટ્રાફિકજામ થઇ જતાં વાહનચાલકોમાં ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને અા રોડ ઝડપી બને તેવી માંગણી ઉઠવા પામી છે. અા અંગે પાલિકાના સુત્રોઅે જણાવ્યું હતું કે નવીન રોડના ક્રોંકીટની કામગીરી રવિવાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો