તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશ ઠાકોરની પડખે રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દેતાં ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોમાં ભાગલા પડી ગયા છે. ત્યારે વિસનગરમાં રવિવારે ડોસાભાઇ બાગ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ મળી હતી, જેમાં ચર્ચા વિચારણાના અંતે અલ્પેશ ઠાકોરના સમર્થનમાં રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વિસનગર ઠાકોર સેનાના પ્રમુખ લાલાજી ઠાકોરે જણાવ્યું કે, વિસનગરના હોદ્દેદારોની મિટિંગ બોલાવી હતી જેમાં તમામ ટીમે અલ્પેશજીના સાથે રહેવાનું નક્કી કર્યું છે અને આગામી સમયમાં અલ્પેશજીના નિર્ણયના પગલે વિવિધ કાર્યક્રમો કરાશે.

અન્ય સમાચારો પણ છે...