ડીસા તાલુકા શાળા ડીસા માર્કેટયાર્ડની મુલાકાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા | ડીસા તાલુકા પગાર કેન્દ્ર શાળાના બાળકો ટ્વીનિંગ કાર્યક્રમ અંતર્ગત બુધવારે ડીસા માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી. બાળકોએ માર્કેટના કામકાજ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આદર્શ કો-ઓપરેટીવ બેંકની મુલાકાત લઇ લેવડ-દેવડની માહિતી મેળવી હતી. બાળકોએ માર્કેટયાર્ડના ભોજનાલયમાં ભોજન લીધું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય અમૃતભાઇ મકવાણા તેમજ તાલુકા શાળાના સી.આર.સી.કો-ઓર્ડીનેટર દિનેશભાઈ દેસાઈ જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...