તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડાના બલિચામાં વિકરાળ હોળી યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભિલોડાના બલિચામાં 1100 વર્ષથી ધૂળીએ હોલિકાદહન કરાય છે. આ વર્ષે પણ ધૂળેટીએ હોલિકાદહન કરાયુ હતું. લાખોની મેદની વચ્ચે ઢોલ અને ખુલ્લી તલવારથી યુવકો દ્વારા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ ઉત્સવ 1100

ગામમાં મેદાનની વચ્ચે હજારોની સંખ્યામાં છાણાંની હોળી બનાવાય છે. વચ્ચે 100 ફૂટનો વાંસ રોપવામાં આવે છે. ગામના અલગ અલગ પ્રાંત ના મુખીઓ એકઠા થાય છે હજારોની સંખ્યા માં લોકો મહિલાઓ સહિત ઢોલ વગાડે છે. યુગલો હજારોની સંખ્યામાં ખુલ્લી તલવારો ીાથે ગેર રમે છે. દરમિયાન મુખીઓ હોળીમાં માટી ના લાડુ મૂકી પરંપરાગત વિધિ કરે છે અને સામૂહિક રીતે હોળી પ્રગટાવાય છે. હોળી પ્રગટયા બાદ ગામના નવ યુવાનો ખુલ્લી તલવાર લઇ નાચગાન કરતાં સળગતી હોળીમાં ચઢી જાય છે ઉભો વાંસ થોડોક સમય બાદ સળગતો સળગતો નીચે પડેછે ત્યારે તલવાર રમતા રમતા તમામ નવ યુવાનો તલવાર લઇ તે વાંસ ને કાપવા જાય છે અને જે યુવાનની તલવાર હોળીના વાંસને અડકે તે યુવાનના જીવન માં પ્રગતિ થાય છે એવી માન્યતા રહેલી છે. તમામ પ્રજાજનો સ્વયંભૂ શિસ્તમાં રહી ઉત્સવ મનાવે છે. હજુ સુધી કોઈ વ્યક્તિ તોફાન મસ્તી કરે તો તેમને મુખી દ્વારા દંડ અને જાહેરમાં સજા કરાયછે. એમ ભિલોડાના પરેશભાઈ ત્રિવેદી,અશ્વિનભાઈ (બાવજી) સહિત બલિચાના સરપંચેજણાવ્યું હતુ.

છેલ્લા 1100 વર્ષથી ધૂળેટીના દિવસે હોલિકા દહન કરાય છે

ખુલ્લી તલવારો સાથે યુવક અને યુવતીઓ ગેર રમે છે


_photocaption_ભિલોડાના બલિચામાં 1100 વર્ષથી ધૂળેટીના દિવસે વિકરાળ હોળી યોજાય છે. }કૌશિક સોની*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો