તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગરની દીકરીએ તબીબી સેવા માટે પોતાના વતનને પસંદ કર્યુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગરની જૈન દીકરીએ તબીબ બન્યા બાદ તબીબી સેવાઓ માટે શહેરી ક્ષેત્રને નહીં પરંતુ પોતાના વતનના લોકોની સેવા કરવાનું પસંદ કરવાનો નિર્ધાર વ્યક્ત કરી વિજયનગર રેફરલ હોસ્પિટલમાં નિયુક્તિ મેળવતા ગામ લોકોએ તેની આ પહેલ ને બિરદાવી હતી.

વિજયનગર બીઆરસી કૌશિકભાઈ શાહની દીકરી ડો. ધારા શાહે તબીબ બન્યા બાદ પોતાની તબીબી કારકિર્દી માટે પોતાના વતન વિજયનગરને પ્રાધાન્ય આપી પોતાના વિસ્તારના લોકોની સેવા કરવાનો નિર્ણય લઇ વિજયનગર રેફરલ હોસ્પિટલમાં હાજર થતા તેની આ પહેલને ગામના અગ્રણીઓએ વધાવી અભિનંદન આપ્યા હતા જે અંગે ધારા શાહે જણાવ્યું કે હું જ્યારે તબીબી અભ્યાસ માટે ઇન્દોર ગઈ તે દિવસથી જ મે તબીબી સેવાઓ માટે ગ્રામીણ વિસ્તાર અને તેમાય શકય બને તો પોતાના વતનને જ પસંદ કરવાનો નિર્ધાર કર્યો હતો અને મારુ સદનસીબ છે કે આજે મને આ તક મળી છે અને હું વિજયનગર રેફરલ હોસ્પિટલમાં નિયુક્તિ મેળવી શકી છું જે માટે હું મારા દાદાદાદી,નાનાનાની,માતાપિતાના આશિર્વાદ ને જ મુખ્ય પરિબળ ગણાવું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો