તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગર તાલુકા પંચાયત પાસે નવો એસટી ડેપો બનશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગરમાં વર્ષોથી એસ ટી ડેપો ન હોવાથી હાલાકી વેઠતી પ્રજા તથા એસ ટી કર્મચારીઓની હાલાકીનો અંત આવશે. જેમાં નવીન એસટી સ્ટેશન તાલુકા પંચાયતના નવીન ભવન નજીક બનશે. શુક્રવારે તાલુકા પંચાયતની અંદાજપત્રની બેઠકમાં એસ ટી પોઇન્ટ બનાવવા ઠરાવ કરી પંચાયત નજીકની જમીન એસ ટી ખાતાને સોંપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો

આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન બળેવીયા તથા પૂર્વ પ્રમુખ યશકુમાર કોટવાલ તાલુકા વિકાસ અધિકારી બી ટી પટેલાના જણાવ્યા અનુસાર વિજયનગર ની પ્રજાને આઝાદી મળ્યા વર્ષો બાદ આજદિન સુધી એસ ટી ડેપો કે સ્ટેશન નહી હોવાના કારણે લોકોએ અને ખાસકરીને ડ્રાયવર કંડકટર ને ખુબજ હેરાન થવું પડતું હતું. વિજયનગર તાલુકા પંચાયતના નવીન ભવનની બાજુની જમીનમાં એસટી સ્ટેશન બનાવવાનો નિર્ણય કરી અંદાજપત્રની બેઠકમાં ઠરાવ કરી સરકારને સોંપવાનો નિર્ણય લીધો છે. ડેપો બનાવવા માટે પણ સારોલી ખાતે જમીન દાનમાં આપવાની જાહેરાત કરનાર જમીન માલિક ઉમેદસિંહ ચૌહાણનો સંપર્ક કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો