તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગરના અભાપુરમાં રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર તાલુકાની અભાપુર ગ્રામપંચાયતના રહીશોએ ગામના અતિ મહત્વના રસ્તાઓ બનાવવાની માંગણી છતાં રસ્તો નહી બનતા કંટાળીને લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

આ અંગે અભાપુર ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ નિનામાના જણાવ્યા નુસાર અભાપુર ગામના બસ સ્ટેશન થી ધોળીવાવ ને જોડતા કાચા રસ્તા બાબતે ગામ લોકોએ અનેકવાર વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોનું ધ્યાન દોર્યું હતું પરંતુ સરકાર અને તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી ત્યારે આગામી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવાનો મૂડ બનાવ્યો છે. જે મામલે વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે નિર્ણય નહીં લેવાય તો અભાપુર ગામના લોકો ચૂંટણી બહિષ્કાર કરશે .

અન્ય સમાચારો પણ છે...