તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેજપુરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતાં ચકચાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા તાલુકાના વેજપુર ગામની ૧ ૬ વર્ષિય સગીરાનું ભિલોડા ગામેથી અપહરણ કરી મુનાઈ સહિત રાજસ્થાન ના અજાણ્યા વિસ્તારમાં ગોંધી રાખી ૧ ૨ દિવસ બળાત્કાર ગુજાર્યો હતો . આ હવસખોર યુવકની પકડ માંથી છુટેલી સગીરાએ ભિલોડા પોલીસ સ્ટેશને લઈ જનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ભિલોડા પોલીસે દુષ્કર્મ ના યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

વેજપુર ગામની સગીરાને ગત ૨૮ મી માર્ચ ના રોજ કામસારૂ ભિલોડા આવી હતી. મલાસા નો અજીત નામના યુવકે સગીરાને લલચાવી ફોસલાવી રિક્ષામાં બેસાડી મુનાઈ અને ત્યાર બાદ રાજસ્થાનના અંતરીયાળ વિસ્તારમાં સગીરાને લઈ જઈ સતત ૧૨ દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. અજીતની પકડમાંથી સગીર ભાગી જઈ વેજપુર ઘરે આવી પહોંચેલી સગીરાએ પરિવારજનોને તમામ હકીકત જણાવી હતી અને અજીત રાજેન્દ્રભાઈ તબીયાડ( રહે , મલાસા, તા . ભિલોડા ) નાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...