Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રાંતિજથી વાયા બડોદરા ડાકોર નવી બસ શરૂ કરાતાં મુસાફરોમાં આનંદ
પ્રાંતિજ બડોદરા અને ડાકોર સુધી એસટી બસ શરૂ કરવા માટે બાયડના બડોદરા પંથકમાં ગ્રામ્ય લોકોની માગણી ધ્યાનમાં રાખીને એસટી સત્તાધીશો દ્વારા શુક્રવારે પૂનમથી પ્રાતિજ બડોદરા લીંબ અને ડાકોર સુધીનો નવો એસટી બસ શરૂ કરવામાં આવતા ડાકોર દર્શનાર્થીઓમાં આનંદ છવાયો હતો.
બડોદરા અને આજુબાજુના ગામડાઓમાંથી ડાકોર રણછોડરાય ભગવાનના દર્શનાર્થે દરેક પૂનમે 60થી 65 દર્શનાર્થીઓ દર્શન કરવા જાય છે. પરંતુ બડોદરાથી ડાકોર સુધી સીધી એસટી ન હોવાથી દર્શનાર્થીઓને ત્રણથી ચાર વાહનો બદલીને પહોંચવાની ફરજ પડતી હતી. મુસાફર જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને પ્રતિજ બડોદરા લીબ ડાકોર સુધી નવો એસટી રૂટ શરૂ કરાયો છે એસ.ટી.બસ પ્રાંતિજથી સાત કલાકે ઉપડી તલોદ થી 7.45 કલાકે વડોદરા પહોંચી લીંબ,તેનપુર, કરજોડેદરા, દેવકરણના મુવાડા અને કપડવંજ થઈ પરત આ બસ એક કલાકે ઉપડી 3.30 કલાકે બડોદરા આવતી હોવાથી મુસાફરો અને દર્શનાર્થીઓ માટે એસટી બસ શરૂ કરાતા ગ્રામજનો દ્વારા ડેપો મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો. બડોદરાના સમર સિંહ ઝાલા અભેસિંહ ઝાલા અમરસિંહ ઝાલા જશવંત સિંહ ઝાલા દ્વારા એસટી ડ્રાઇવર કંડકટરનું સન્માન કરાયું હતું