તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમી તાલુકાના અનવરપુરા તથા કોડધા ખાતે આવેલ વાડીલાલ ડેમમા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમી તાલુકાના અનવરપુરા તથા કોડધા ખાતે આવેલ વાડીલાલ ડેમમા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરીનો શુભારંભ મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો.ઉપરાંત તાલુકાના અનવરપુરા ગામે આવેલ તળાવને પણ ઉંડુ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે કરાયું હતું.

આ અંગે અનવરપુરા ગામના સરપંચ રાજુભાઈએ જણાવ્યું હતું કે તળાવો ઊંડા થતાં રણ વિસ્તારમાં પાણીનું સ્તર ઉંચુ આવશે,ને દુષ્કાળના વર્ષમાં લોકોને રોજગારી મળી રહેશે.તથા વન્ય પ્રાણીઓને ઉનાળામાં પીવા માટે પાણી મળી રહેશે આ પ્રસંગે રણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ઠાકોર, ભુપેન્દ્ર ઠાકોર, રામસંગજી ઠાકોર,ટીડીઓ રમેશજી ઠાકોર,શિક્ષણાધિકારી હરખાભાઈ રાઠોડ,અનવરપુરાના સરપંચ રાજુભાઈ નાડોદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે વન વિભાગના અધિકારીઓ આર.એફ.ઓ ઝેડ પી વાઘેલા જીતેન્દ્રસિંહ હેરમા ભરત ચાવડા વિજયસિંહ વગેરે જહેમત ઉઠાવી હતી.તસવીર : પ્રકાશ નાડોદા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો