વડાલીના હાથરવા કંપામાં બે મકાનનાં તાળાં તૂટ્યાં, અઢી લાખની મત્તાની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી-ધરોઈ માર્ગ પર આવેલા હાથરવા કંપામાં બુધવારે મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી બે મકાનના તાળાં તોડી રૂા.2,50,000 ના સોના ચાંદીના દાગીના, રોકડ તેમજ માલમત્તા લઈ ફરાર થઈ જતા લોકોમાં તસ્કરોનો ફફડાટ ફેલાયો છે બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

હાથરવાકંપામાં મણિલાલ વિશ્રામભાઈ પટેલના બંધ મકાનને નિશાન બનાવી તેની બારી તોડી અંદર ઘૂસી તિજોરી તોડી 2 સોનાની ચેન, 2 સોનાની વિંટી, 4 ચાંદીના સિક્કા, રૂા.18000 અને 4 નવીન બ્લેન્કેટ સહિત રૂ. આશરે 2,50,000 ની ચોરી કરી સરસમાનને વેરણછેરણ કરી નાખ્યો હતો. જે બાદ તસ્કરોએ ગામના જ ગણપતભાઈ નારાયણભાઈ પટેલના ઘરને નિશાન બનાવ્યુ હતુ પરંતુ કંઈ હાથ ન લાગ્યુ ન હતું. શુક્રવારે સવારે કંપાના રહીશો જાગતા બંને મકાનના તાળા તૂટેલા જોતા મણિલાલને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા જે બાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...