તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોઢેરા સૂર્યમંદિરના આંગણે 21-22મીએ ઉત્તરાર્ધ મહોત્સવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે બહુચરાજી તાલુકાના ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે 21 અને 22 જાન્યુઆરીના રોજ સાંજે 6-30 કલાકે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે.

21મીને મંગળવારે સાંજે 6-30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તરાર્ધ મહોત્સવને ખુલ્લો મૂકશે. સાથે મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને વિભાવરી બેન દવે ઉપસ્થિત રહેશે.

પ્રથમ દિવસે ભરત બારીયા, અક્ષય પટેલ અને શીતલ બારોટ ગણેશ વંદના રજૂ કરશે. તેમજ સુધાજીચંદ્રન ભરતનાટ્યમ, ગ્રેસીસીંઘ ઓડિસી, વિનીતા શ્રીનંદન મોહીનીઅટ્ટમ, કે.વી સત્યનારાયણ કુચીપુડી બેલે અને મોહંતી ઓડિસી નૃત્ય રજૂ કરશે.

22મીને બુધવારેસાંજે 6-30 કલાકે ઉત્તરાર્ધ મહોત્સવના સમાપન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે શિતલ મકવાણા ગણેશ વંદના રજૂ કરશે. તેમજ પૂર્ણિમા અશોક ભરતનાટ્યમ, વૈશાલી ત્રિવેદી કથ્થક, જયાપ્રભા મેનન મોહિનીઅટ્ટમ, સપના શાહ ભરતનાટ્યમ, અલોકા કાનુંગો ઓડિસી અને દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના રજૂ કરશે.

ગુરુ-શિષ્ય પરંપરાના ઉજાગર કરતા મહોત્સવને સફળ બનાવવા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્રસચિવ સી.વી. સોમ અને જિલ્લા કલેકટર એચ.કે. પટેલ સહિત વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો