ઊંઝાના વેપારીઓને 13.24 કરોડનો ચૂનો લગાવનારો બેંગ્લુરુથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા માર્કેટયાર્ડના જીરુંના વેપારીઓને રૂ.13.24 કરોડનો ચૂનો લગાવનારા મિ.નટવરલાલને ઊંઝા પોલીસે બેંગ્લુરુથી ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી 15 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ સાથે વિશ્વાસ સંપાદન કરી બેંગ્લુરુ ખાતે હેલીમેન રામગોડા શોપિંગ કોમ્પ્લેક્ષમાં શ્રી હરિ ટ્રેડર્સ નામે ધંધો કરતા શ્રીરામાં આયંગર ગુંડાઆયંગર (52) (મૂળ રહે. બેંગ્લુરુ, કર્ણાટક, હાલ રહે. મૈસુર આઈપીએસ કોલોની, ટી.નરસિંહપુરા રોડ)એ 10/4/18થી 19/11/18 સુધીમાં પટેલ પ્રેકરભાઈ ગોપાલભાઈ તેમજ અન્ય વેપારીઓ પાસેથી 8540 બોરી જીરું ખરીદી પૈસા નહીં ચૂકવતાં 28/2/19એ છેતરપિંડીની ફરિયાદ ઊંઝા પોલીસ મથકે નોંધાઇ હતી. જેની તપાસના ભાગરૂપે કર્ણાટકના સિમોગા જિલ્લાની સબજેલમાં સોપારીના વેપારીની ફરિયાદ આધારે પકડાયેલા શ્રીહરિ આયંગરની ટ્રાન્સફર વોરંટ આધારે કર્ણાટકથી ઊંઝા પીએસઆઈ કે.એમ.ચાવડા, એચસી ચિરાગ પટેલ, પીસી જવાનજી પકડી લાવી વધુ તપાસ અર્થે ઊંઝા કોર્ટમાં રજૂ કરતાં 15 ફેબ્રુઆરીને સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા.

પીઆઈ આર.એલ. ખરાડી અને મદદનીશ કીર્તિ ચૌધરીએ જણાવ્યું કે, છેતરપિંડી આચર્યાની નોંધ લીધી છે.

મિ.નટવરલાલનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઇ પાંચ દિવસના રિમાન્ડ લીધા

ઠગાઇ | માર્કેટયાર્ડની ચાર પેઢી પાસેથી જીરું ખરીદી પૈસા ના ચૂકવ્યા

અન્ય સમાચારો પણ છે...