તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજીની બેઠકમાં ઊંઝા સંસ્થાનના હોદ્દેદારોએ માર્ગદર્શન આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાં બિરાજમાન પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞના આયોજન અંગે રવિવારે બહુચરાજી તાલુકા પાટીદાર સમાજની બેઠક મળી હતી.

બહુચરાજીની ઉમિયા વાડીમાં મળેલી બેઠકમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઇ પટેલ (મમ્મી), મંત્રી દિલીપભાઇ નેતાજી અને પ્રવિણભાઇ પટેલે ખાસ હાજર રહી આયોજનની વિગતો આપી હતી. 18મી શતાબ્દી રજત જ્યંતી મહોત્સવ-2009ને દસ વર્ષ પૂર્ણ થતાં હોઇ ઉમિયા માતાજી પ્રત્યે ધાર્મિક શ્રદ્ધા અને આસ્થામાં વધારો થાય તેમજ નવી પેઢી ધાર્મિક ભાવનાથી જોડાયેલી રહે તેવા આશયથી ગુજરાતની ભૂમિ પર ન થયો હોય તેવો 108 યજ્ઞકુંડ અને 1100 દૈનિક પાટલાના યજમાનો સાથે ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન ઊંઝા સંસ્થાન દ્વારા કરાયું છે.બેઠકમાં માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ લાટીવાળા, ર્ડા.માધુભાઇ પટેલ, આત્મારામભાઇ મંત્રી સહિત કડવા-લેઉવા પાટીદાર ભાઇઓએ મોટી સંખ્યામાં હાજર રહી લક્ષચંડી યજ્ઞના આયોજનમાં તન-મન-ધનથી સહયોગી બનવાની ખાતરી સાથે મા ઉમિયાનો જયઘોષ કર્યો હતો. બેઠકને સફળ બનાવવા બેચર-બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક મંડળે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ હર્ષદભાઇ પાટીદારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...